પેટ્રોલ તો GSTમાં સામેલ ન થયું, પરંતુ 'આ' રીતે પેમેન્ટ કરશો તો મળશે ટેક્સ છૂટ
બિહારના ડેપ્યુટી ચીફમિનિસ્ટર સુશીલકુમાર મોદીએ જણાવ્યું કે વસ્તુ અને સેવા કર(જીએસટી) પરિષદે ડિજિટલ ચૂકવણી પર મંત્રીમંડળની ભલામણોને મંજૂરી આપી છે.
Trending Photos
નવી દિલ્હી: બિહારના ડેપ્યુટી ચીફમિનિસ્ટર સુશીલકુમાર મોદીએ જણાવ્યું કે વસ્તુ અને સેવા કર(જીએસટી) પરિષદે ડિજિટલ ચૂકવણી પર મંત્રીમંડળની ભલામણોને મંજૂરી આપી છે. મંત્રીમંડળે પરિષદને રૂપે કાર્ડ અને ભીમ એપ દ્વારા ડિજિટલ પેમેન્ટ પર છૂટ આપવાની ભલામણ કરી હતી. ડિજિટલ પેમેન્ટ માટે રચાયેલી જીએસટી મંત્રીમંડળના અધ્યક્ષ સુશીલ મોદીએ જણાવ્યું કે નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં થયેલી જીએસટી કાઉન્સિલની 29મી બેઠકમાં બિહાર સહિત દોઢ ડઝન રાજ્યોને ડિજિટલ પ્રોત્સાહન પાયલટ યોજનામાં સામેલ કરવા પર સહમતિ વ્યક્ત કરાઈ. સુશીલ મોદીના નેતૃત્વવાળા મંત્રીસ્તરીય સમૂહે કેશબેકના માધ્યમથી ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જે હેઠળ રૂપે કાર્ડ અને ભીમ એપ દ્વારા ડિજિટલ પેમેન્ટ કરનારાઓને કેશબેકની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
હવે સપ્ટેમ્બરમાં થશે પરિષદની બેઠક
સૌથી વધુ રોજગાર પેદા કરનારા લઘુ ઉદ્યોગો અને મધ્યમ ઉદ્યોગોને રાહત આપવા માટે રાજ્યોથી પ્રાપ્ત દોઢસોથી વધુ સૂચનો પર વિચાર માટે મંત્રીસમૂહની રચના કરવામાં આવી છે. જેમના સૂચનો પર સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં ગોવામાં થનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
બિહાર સહિત 18 રાજ્યો ડિજિટલ પ્રોત્સાહન પાયલટ યોજનામાં સામેલ
જીએસટી પરિષદે ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે ગામડાઓમાં રહેતા ગરીબો તથા કેસીસીધારક ખેડૂતોને રૂપે કાર્ડ અને ભીમ એપથી ચૂકવણી કરવા બદલ કરમાં 20 ટકાની છૂટ અપાશે કે જે વધુમાં વધુ 100 રૂપિયા રહેશે. બિહાર સહિત દોઢ ડઝન રાજ્યોએ ડિજિટલ પ્રોત્સાહન પાયલટ યોજનામાં સામેલ થવા માટે પોતાની સહમતી આપી છે.
જેટલીએ સિમેન્ટ સસ્તો થવાની આશા વ્યક્ત કરી હતી
કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ હાલમાં જ કહ્યું હતું કે રેવન્યુ વધતા આવનારા સમયમાં સીમેન્ટ, એસી અને મોટા ટેલિવિઝન સેટ પર જીએસટીના દર ઓછા થશે. માત્ર વિલાસિતા અને અહિતકર ઉત્પાદનો જ કરના સૌથી ઉચા સ્લેબ 28 ટકામાં રહેશે. જેટલીએ પોતાના ફેસબુક પેજ પર લખ્યું હતું કે જીએસટી અગાઉ કર પ્રણાલીમાં ઘરોમાં ઉપયોગમાં લેવાતા મોટા ભાગના સામાન પર 31 ટકા કર લાગતો હતો. તેમણે તેને 'કોંગ્રેસી વિરાસત કર' નામ આપ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે